માંગરોળમાં સબ જેલમાં એક કેદી પાસેથી મોબાઈલ હોવાની હકીકત મળતા સ્ટાફે એક મોબાઈલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
માંગરોળ સબ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર એ.બી. મેવાડાને સબ જેલમાં રાઉન્ડ ઉપર આવ્યા હતાં. ત્યારે જેલમાં રહેલ ગાર્ડ રણવીરસિંહ સીસોદીયા સહીતનાં સ્ટાફે રાઉન્ડ મારતા કાચા કામના કેદી જીતુ ઉર્ફે જગદીશ નાથાભાઈ સુત્રેજાએ ગાર્ડને પ્લાસ્ટીકની કોથળીમાં એક સાદો મોબાઈલ આપીને આ મોબાઈલ અહી કાચા કામના કેદી તરીકે રહેલ કચ્છ ભચાઉનાં હાજી હસન સમા વાપરતો હોવાનું જણાવ્યું હતું. જે બાબતે સ્ટાફે સીમકાર્ડ વગરનો મોબાઈલ કબ્જે લઈને હાજી હસનની પુછપરછ કરતા આ મોબાઈલ તેનો હોવાનું જણાવેલ હતું. જેને લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews