ઉનાની શાહ એચ.ડી. હાઈસ્કૂલમાં એડમિશન આપવામાં વ્હાલા દવલાની નીતિ

0

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ શરૂ હોય અને સરકાર દ્વારા ધો.૧૧, ૧૨ ઓનલાઇન શિક્ષણ શરૂ કરતા ઉના શહેરની કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કુલના સંચાલકો દ્વારા એડમિશન પ્રક્રિયા પોતાના હાથમાં લીધી હોય તેમ કોની ભલામણ આવે છે તેના ઉપર એડમિશન આપતા હોવાનું વાલીઓમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે ઉના તાલુકો પણ પછાત તાલુકો હોય અને કોરોના કાળ બાદ લાંબા સમયે શાળામાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે ગરીબ પરીવારના સંતાનો માટે શાહ એચડી હાઇસ્કુલ આર્શિવાદ સમાન હોય પરંતુ આ શાળામાં વ્હાલા દવલાની નીતિથી ગરીબ પરીવારે પોતાના સંતાનને ના છુટકે ખાનગી શાળામાં મોંઘીદાટ ફિ ભરીને અભ્યાસ કરવા મજબુર બનવું પડે છે. એક તરફ કોરોનાનો કહેરમાંથી માંડ બહાર આવ્યા ત્યાં વાવાઝોડાએ થપાટ મારી અને વરસાદ પણ ખેંચાતા ગરીબ પરીવારની દયનિય હાલત થઇ ગઇ છે. અને ઉપરથી બાળકોને શાળામાં એડમિશન ન મળતા આવા પરીવારમાં બાળકોના અભ્યાસ સામે પણ સવાલ ઉઠવા પામેલ છે. ત્યારે આ બાબતે જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા ઘટતું કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!