જૂનાગઢમાં હઝરત ઈમામ હુસૈન તથા મુફતીએ આઝમે હિન્દની યાદમાં શાનદાર કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢમાં મસ્જીદે રઝા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાનકાહે રઝવિય્યાહ નુરીય્યાહ દ્વારા તાજદારે કરબલા નવાસા એ રસુલ હુઝુર સૈયદના ઈમામે આલી મુકામ રદીઅલ્લાહુ તઆલા અન્હુની યાદમાં તથા શહેઝાદાએ આ’લા હઝરત હુઝુર મુફતીએ આઝમે હિન્દના ઉર્ષ નિમિત્તે મુસ્લીમ તા.૧૪ મહોર્રમ તા.ર૩-૮-ર૧ ને સોમવારના રોજ ઈશાની નમાઝ બાદ એક શાનદાર જલ્સાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મસ્જીદે રઝાના ઈમામ હઝરત હાફીઝ કારી મો.સાબીરૂલ કાદરીએ બહેતરીન અંદાજમાં તિલાવતે કુ્‌આર્નથી પ્રોગ્રામની શરૂઆત કરી હતી. ત્યારબાદ મો.તૌહીદ રઝાએ નાતે મુસ્તફા અને મનકબત પેશ કરેલ ત્યારબાદ અતાએ હુઝુર બુરહાને મિલ્લત મૌલાના બશીર અહેમદ જામનગરવાળાએ બહેતરીન અંદાઝમાં શાનદાર તકરીર કરી હતી. શોએબ રઝા સીબ્તેૈની (દુબઈ)એ નાતો મનકબત પેશ કરી હતી અને મૌલાના હબીબુલ્લાહ મિસ્બાહીએ અલ્લામા પીર નુરમોહંમદ બાપુ મારફાનીની દિની ખિદમત ઉપર શાનદાર તકરીર કરી હતી. ગુલઝારબાપુ નૂરીએ હુઝુર મુફતીએ આઝમે હિન્દની હયાતે જીંદગીના અંશો ઉપર બહેતરીન તકરીર પેશ કરી હતી. ત્યારબાદ રાત્રે ૧.૪૦ કલાકે કુલશરીફ, શજરાહ શરીફ પઢીને તમામ શ્રધ્ધાળુઓ માટે ખાસ કરીને કોરોના વાયરસથી આપણા દેશ અને પુરી દુનિયામાંથી નાશ પામે તે માટે દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ આમ ન્યાઝનું આયોજન પણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે અકીદતમંદો ઉપસ્થિત રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!