જૂનાગઢમાં જન્માષ્ટમી નિમિત્તે હાટકેશ યુવક મંડળનો ફલોટ આવતીકાલે ભાવિકો માટે ખુલ્લો મુકાશે

0

જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરના ગંધ્રપવાડા ખાતે આવેલ હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે અનોખા વિષયો સાથે ભવ્ય ફલોટ સુશોભન કરી જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે શહેર સુશોભન સ્પર્ધામાં ફલોટમાં હાટકેશ યુવક મંડળની ટીમે પ્રથમ સ્થાન મેળવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી દર્શાવતા ફલોટ તેમજ નયનરમ્ય રંગોળી તેમજ કૃષ્ણ જન્મ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આવતીકાલે સાતમના દિવસે સવારે ભાવિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. જે આઠમના દિવસે રાત્રે કૃષ્ણ જન્મના કાર્યક્રમ બાદ પૂર્ણ થશે. હાટકેશ યુવક મંડળના ઉમેદસિંહ સોલંકી, નીરજભાઈ વૈદ્ય, અર્ચિત ભાઈ, રાજુભાઈના માર્ગદર્શન હેઠળ હાટકેશ યુવક મંડળના ભાવેશ લોઢીયા, ભરત લોઢીયા, ધર્મદીપ સોલંકી, કુલદીપ સોલંકી, ભાવિર સોલંકી, કિશોર સોલંકી, રાકેશ વાજા, મિતેશ મહેતા, ભાવિન પારેખ, કૈલાશ ત્રિવેદી, કૌશલ ત્રિવેદી, હેમર્સી ત્રિવેદી, અજીમ શેખ, સમીર કુંડલીયા, પ્રકાશ રાઠોડ, નવદીપ, ધવલ ગોહેલ, વિવેક મારડિયા સહિતના હાટકેશ યુવક મંડળની ટીમ દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!