કેશોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂ અંગે દરોડો પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી

0

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનાં એએસઆઈ તખતસિંહ જીલુસિંહએ પોલીસમાં એવા મતબલની ફરીયાદ નોધાવી છે કે, આ કામનાં આરોપી વેરાવળ રોડ, કેશોદ ખાતે રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાણાભાઈ બાબરીયા, ઈરફાન બોદુભાઈ ચૌહાણ, નાનુભાઈ ભાણાભાઈ બાબરીયા વગેરેને દારૂની હેરાફેરી અંગે ઝડપી લીધેલ છે. વિદેશી દારૂની બોટલ નંગ ૧૯પ રૂા. ૭૪,પ૧પ તથા રોકડ નાણાં ૬પ,૩૪૦, મોબાઈલ નંગ-૩ તેમજ ટુવ્હીલર વાહન તથા લાઈટ બીલ વગેરે મળી કુલ રૂા.ર,૩૬,૩પપનો મુદામાલ જપ્ત કરેલ છે. આ દરોડા દરમ્યાન અન્ય પાંચ શખ્સો નહી મળી આવતા કુલ ૮ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ એસ.એન. ક્ષત્રીય તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!