પીએફના નવા નિયમ, પાન-આધાર લિન્ક નિયમો તેમજ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલ ફેરફાર

0

સપ્ટેમ્બરની શરૂઆતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા, એલપીજી સિલિન્ડરના ભાવ સહિત ઘણી બધી વસ્તુઓના નિયમો અને ભાવ બદલાયા છે. એસબીઆઈએ જાહેર કર્યું હતું કે તેના તમામ બેન્ક ખાતા ધારકોએ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે ૩૦ સપ્ટેમ્બર પહેલા ફરજીયાત લિન્ક કરવું પડશે. જાે તેઓ આ કરવાનું ચૂકી જશે તો તેમને ડેડલાઈનના અંતે મળતી તમામ સુવિધાઓ અટકાવી દેવાશે. એલપીજી ગેસના ભાવની વાત કરીએ તો ૧૮ ઓગસ્ટે સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો ઝિંકાયો હતો. જુલાઈથી દર મહિને ભાવ બદલાઈ રહ્યા છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભાવમાં વધારો આવી ગયો છે. બીજી બાજુ સપ્ટેમ્બર મહિનામાં પીએફના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો પડશે. જે ખાતાધારકોનો આધારકાર્ડ નંબર યુએએન સાથે લિંક નહીં હોય તેમના પીએફ એકાઉન્ટમાં પૈસા જમા નહીં થઇ શકે. આ નવા નિયમને કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી ૨૦૨૦ની કલમ ૧૪૨ હેઠળ સુધારવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ જીએસટીએનએ જણાવ્યું છે કે સેન્ટ્રલ જીએસટી રૂલ ફોર ધ ફાઈલિંગ ઓફ જીએસટીઆર-૧ માટે રૂલ ૫૯(૬) લાગુ પડશે. તે પ્રમાણે જે વ્યક્તિએ જીએસટીઆર-૩બી નહીં ભર્યો હોય તેને જીએસટીઆર-૧ ફાઈલ કરવા નહીં દેવાય. આરબીઆઇની નવી ગાઈડલાઇન પ્રમાણે જાે કોઈ ૫૦,૦૦૦થી ૫ લાખ રૂપિયાથી વધારે રકમનો ચેક ઈશ્યૂ કરશે તો તેણે બેન્કને આગોતરી જાણ કરવી પડશે નહીંતર ચેક બાઉન્સ થઈ જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!