જૂનાગઢનાં હાઝીયાણી બાગ ખાતે આવેલ ફનવર્લ્ડમાં ડીજે ૧૩નાં ધમાકેદાર સંગીતનાં સથવારે જન્માષ્ટમી, મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવ્યા હતા અને બાદમાં મટકી ફોડનાં કાર્યક્રમમાં જાેડાયા હતા. શહેરનાં હાઝીયાણી બાગ ખાતે આવેલ ફનવર્લ્ડમાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્યાતિ-ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ફનવર્લ્ડનાં અરૂણભાઈ મુછાળા, નિલેશભાઈ ધુલેશીયા, વિનુભાઈ અમીપરા, પ્રાર્થ ધુલેશીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રતિ વર્ષ નંદ મહોત્સવ સહિતનાં ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વર્ષોની આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ જન્માષ્ટમી, મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે શબ્બીરભાઈ સુમરા, આસિફભાઈ સુમરા, મુસ્તાક ખાન અને પ્રાર્થ મહેતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ પારણું બનાવવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી કૃષ્ણને લોકોએ પારણે ઝુલાવ્યા હતા. રાત્રીનાં ૯ થી ૧ર દરમ્યાન ડીજે ૧૩નાં જય અને જેકીએ ધમાકેદાર સંગીત રજૂ કરતા ઉપસ્થિત સોૈ કોઈ ઝુમી ઉઠયા હતા. જયારે રાત્રીનાં ૧ર વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીનાં નાદ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૂરજ ફનવર્લ્ડ અને સૂરજ સિનેપ્લેકસનાં સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews