જાપાનમાં પેરાઓલમ્પિકમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ તરફથી ૨૦ લાખનું પ્રોત્સાહન

0

જાપાનમાં અત્યારે પેરા ઓલમ્પિક ખેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે જેમાં ભારતમાંથી ૫૦ સ્પર્ધકો અને ૫૪ અન્ય વ્યક્તિઓ જેમાં વિવિધ રમતો માટેના કોચ, મેનેજર અને અન્ય સહાયક વ્યક્તિઓ થઈ કુલ ૧૦૪ લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહેલા કુલ ૫૦ સ્પર્ધકોને મોરારિબાપુ તરફથી પ્રત્યેકને રૂપિયા ૨૫ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ ૧૨ લાખ ૫૦ હજાર થાય છે. એ જ પ્રમાણે આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ કે જેની કુલ સંખ્યા ૫૪ જેટલી છે તેમને પ્રત્યેકને રૂપિયા ૧૫ હજારનું પ્રોત્સાહન આપવમાં આવશે જેની કુલ રકમ ૮ લાખ ૧૦ હજાર થાય છે. ખેલાડીઓ અને તેના સહયોગીઓને અપાનારા પ્રોત્સાહનની કુલ રાશી ૨૦ લાખ ૬૦ હજાર થાય છે. ઓલમ્પિક ખેલ સમિતિ પાસેથી તમામ સ્પર્ધકો અને સહયોગીઓના બેંકની વિગતો મેળવી આ રકમ જે તે વ્યક્તિના બેંક ખાતામાં તબદીલ કરવામાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જાપાનમા જે મૂળ ઓલમ્પિક રમતોત્સવ પૂરો થયો તેમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકો, સહયોગીઓને પૂજ્ય બાપુ દ્વરા ૫૭ લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!