જૂનાગઢ ભાજપ મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, જૂનાગઢ જીલ્લાનાં યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માએ દિલ્હી ખાતે સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. આ મહત્વની મુલાકાત દરમ્યાન સાંસદે જૂનાગઢથી ગીર-સોમનાથ જિલ્લો અલગ થયાં પછી દરેક વહીવટી કચેરી વેરાવળ ખાતે કાર્યરત થઇ ગઇ છે અને ગીર-સોમનાથ જીલ્લાનું હેડ ક્વાર્ટર વેરાવળ કરવામાં આવ્યું છે પણ પોસ્ટ વિભાગ હજુ પણ જૂનાગઢ જીલ્લા અને ગીર-સોમનાથ જીલ્લાની જૂનાગઢ ખાતે જ હેડ ઓફિસ આવેલી હોય, જૂનાગઢ ડીવીઝનનું કામકાજ દીવ અને ઘોઘલા સુધી જૂનાગઢથી જ થતું હોય છે, દુરના વિસ્તારોમાંથી તથા ગીર-સોમનાથથી પોસ્ટનાં કામકાજ માટે લોકોને જૂનાગઢ આવવું પડે છે માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણને રજુઆત કરી હતી કે, દરેક વહીવટી કચેરીની જેમ ગીર-સોમનાથને અલગથી હેડ પોસ્ટ ઓફિસ ડીવીઝન આપવું જેથી લોકોને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ના પડે. સાથે સાથે ભવનાથ પોસ્ટ ઓફિસને સબ ઓફીસમાંથી બ્રાન્ચ ઓફિસ બનાવવામાં આવેલ છે તેને ફરી પાછી સબ પોસ્ટ ઓફીસમાં ફેરવવામાં આવે અને નવા વિકસતા વિસ્તારમાં પણ પોસ્ટ ઓફિસ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ સાંસદ રાજેશભાઈ ચુડાસમાની રજુઆતથી જૂનાગઢ અને વેરાવળ બંને જગ્યાએ પાસપોર્ટ ઓફીસ ચાલુ કરવામાં આવી છે જેનાં કારણે હજારો લોકોને પાસપોર્ટ માટે અમદાવાદ અને રાજકોટનાં ધક્કા બંધ થયાં છે. આશા છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે પણ વહેલીતકે ઘટતું કરવામાં આવશે અને લોકોને વધુ ફાયદો મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews