ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આયોજીત કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન ગુજરાત ઉજાસ યાત્રાએ શિવમ્‌ ચક્ષુ બેંક આરેણાની શુભેચ્છા મુલાકાત લીધી

0

રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટિ ખામી સમિતિ પ્રેરીત નેત્રદાન જાગૃતિ પખવાડીયું સક્ષમ એન્ડ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-સુરત આયોજીત કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન દ્વારા તા.૨૫/૮/ર૦૨૧ થી ૮/૯/ર૦૨૧ સુધી નેત્રદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવની ઉજવણી “ગુજરાત ઉજાસયાત્રા”નામે કરવામાં આવી રહી છે. જે સૌરાષ્ટ્ર, કચ્છ, સાઉથ ગુજરાત, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાતમાં આ ચક્ષુરથ ભ્રમણ કરી ચક્ષુદાન જાગૃતિ માટે પ્રેરણા આપશે. તા.૨૭.૦૮.૨૧ના રોજ આ સંસ્થાએ આરેણા સ્થિત શિવમ્‌ ચક્ષુદાન આરેણાની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં ડો.પ્રફુલભાઈ વી.શિરોયા (રેડક્રોસ સોસાયટી બ્લડબેંકના અધ્યક્ષ, લોકદ્રષ્ટિ આઈબેંકના અધ્યક્ષ, સુરતના જાણિતા ડોક્ટર), દીનેશભાઈ જી.પટેલ (વાઈસ પ્રેસિડેન્ટ-રેડક્રોસ બ્લડબેંક),  હિતેષગીરી ગૌસ્વામી (પ્રમુખ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-કામરેજ આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ), વિશાલભાઈ વાઘાણી (નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન), હિરેનભાઈ ગજેર (પ્રોગ્રામ મેનેજર-લોકદ્રષ્ટી ચક્ષુબેંક), મહેશભાઈ શિરોયા (રેડક્રોસ બ્લડબેંક), સચીનભાઈ (ઉ.પ્રમુખ આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ રેડક્રોસ સોસાયટી કામરેજ), શંભુદાદા (કાર્યકર્તા લોકદ્રષ્ટી ચક્ષુબેંક), રાજુભાઈ નાગલા (સારથી સક્ષમ રથ) સહીતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રેડક્રોસના કાર્યકર્તાઓનું શિવમ્‌ ચક્ષુબેંક આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયા,કથાકાર અને શિવમ્‌ ચક્ષુદાન આરેણાની પ્રવૃતિ સાથે જાેડાયેલ યોગેશભાઈ જાેષી તેમજ શિવમ્‌ ચક્ષુદાન પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ.શિવમ્‌ ચક્ષુદાન આરેણા પરિવારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થતી પ્રવૃતિ જેવી કે આ સંસ્થા દ્વારા અત્યાર સુધી ૩૯,૯૭૨ ચક્ષુદાતાઓના ચક્ષુદાનથી ૪૨,૪૫૧ વ્યક્તિને રોશની અપાવી, છેલ્લા ૨૫ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે, ચક્ષુદાન-રક્તદાન-દેહદાન કરવા માટે લોકો પ્રેરાય તે માટેની પ્રવૃતિ કરવી, બ્રેઇનડેથ વ્યક્તિઓના અંગોના દાન આપવા-લેવા સંપર્ક, ચક્ષુદાન પ્રવૃતિમાં અગ્રેસર સુરત જિલ્લો પ્રથમ સાથે સાથે તે લોકોએ  નાનકડા ગ્રામ લેવલે થતી શિવમ્‌ ચક્ષુદાન આરેણા દ્વારા અત્યાર સુધી થયેલ ૧૦૭ વ્યક્તિના ચક્ષુદાન,૧ વ્યક્તિનું દેહદાન તેમજ સંખ્યાબંધ નેત્રદાન-દેહદાન-અંગદાનના થયેલ સંકલ્પપત્રો તથા રક્તદાનની પ્રવૃતિ વિશે માહિતી મેળવી હતી.આ સંસ્થાએ શિવમ્‌ ચક્ષુબેંક દ્વારા થયેલ કામગીરીને બિરદાવી હતી અને ઓન સપોર્ટ માર્ગદર્શન આપ્યું હતું.  રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજીત આ ગુજરાત ઉજાસ યાત્રાનો ભાવનગરથી પ્રારંભ થયો છે જે પંદર દિવસ ભ્રમણ કરી નેત્રદાન જાગૃતિ માટે પ્રચાર કરશે. આરેણા શિવમ્‌ ચક્ષુબેંકની મુલાકાતથી શિવમ્‌ ચક્ષુદાન આરેણાને પ્રેરણા અને કાર્ય કરવાની નવી ઉર્જા મળી છે.

નેત્રદાન કોણ કરી શકે

દરેક ઉમરની વ્યક્તિ જેની આંખની કાળી કીકી તંદુરસ્ત હોય, મૃત્યુનું કારણ ક્ષય,શ્વાસની બિમારી,ડાયાબિટસ,બ્લડ પ્રેશર,એટેક હોય તો પણ નેત્રદાન થઈ શકે, આંખનું ઓપરેશન કરાવેલ હોય તેનું નેત્રદાન થઈ શકે.

નેત્રદાન કોણ કરી શકે

જે મૃત વ્યક્તિને ગળાના ઉપરના ભાગનું કેન્સર કે લોહીનું કેન્સર હોય,એચ.આઈ.વી એઇડ્‌સ હોય,ઝેરી કમળો હોય તે નેત્રદાન કરી શકતા નથી, રેડક્રોસ સોસાયટી દ્વારા થતી ચક્ષુદાન દેહદાન પ્રવૃતિ અને તેના દ્વારા ઉજવાતા પખવાડિયા ઉજાસયાત્રા થકી પ્રેરણા લઈ લોકો મૃત્યુબાદ ચક્ષુદાન દેહદાન કરી અંધલોકોના જીવનમાં ઉજાસ લાવી શકે. જનજાગૃતિ થકી આવો સૌ સાથે મળી નેત્રદાન સંકલ્પ દ્વારા ભારતને અંધત્વ મુક્ત બનાવીએ.

 

error: Content is protected !!