જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જૂનાગઢ જીલ્લાનાં માંગરોળમાં ૧ર કલાકમાં ૧ર ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે ચોરવાડ સહિતનાં વિસ્તારોમાં પણ ભરપુર વરસાદ વરસ્યો હતો. ગઈકાલનાં દિવસે સરેરાશ ર થી ૬ ઈંચ જેવો વરસાદ વિવિધ તાલુકાઓમાં પડયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં સર્વત્ર ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. દરમ્યાન ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી વરસાદનાં આંકડાકીય માહિતી આપવામાં આવી છે જે અંતર્ગત આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન કેશોદ તાલુકામાં ૬૬ મી.મી., જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૧૯-૧૯ મી.મી., ભેસાણ રર મી.મી., મેંદરડા ૧પ મી.મી., માંગરોળ ૧૬૭ મી.મી., માણાવદર પર મી.મી., માળીયા હાટીના ૧૬૩ મી.મી., વંથલી ર૭ મી.મી. અને વિસાવદર તાલુકામાં ર૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે પણ સવારથી વાતાવરણ વરસાદમય છે જાે કે હજુ વરસાદ પડયો નથી પરંતુ કયાંક કયાંક હળવાથી ભારે ઝાપટા પડી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews