જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર લોકોની મદદ માટે ર૪ કલાક તૈયાર છે : જીલ્લા કલેકટર

0

જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ સહીતનાં અધિકારીઓએ તાજેતરમાં એટલે કે જન્માષ્ટમી પર્વ પ્રસંગે જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ઉજવણીમાં ઉપસ્થિત રહયા હતાં અને મંદિરમાં બિરાજમાન દેવોનાં દર્શન કરી ભાવવિભોર થયા હતાં. આ તકે જીલ્લા કલેકટર રચીત રાજને સિધ્ધેશ્વર મહાદેવની મોમેન્ટો અને શ્રી સ્વામીનારાયણ ભગવાનનાં નામનું ઉપવસ્ત્ર ઓઢાડી સન્માનીત કરવામાં આવેલ હતાં. જીલ્લા કલેકટર રચીત રાજે જણાવ્યું હતું કે તેઓ શ્રી સ્વામીનારાયણ મંદિરની સેવા પૂજા દરરોજ નિહાળે છે. અને શ્રી સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ અને સંતો દ્વારા કોરોનાકાળનું સેવાકાર્ય, જરૂરીયાતમંદોને મદદ તેમજ વાવાઝોડામાં અસરગ્રસ્તોને ફુડપેકેટ અને અનાજની કીટો આપી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે અને આ માનવતાભરી કામગીરીનાં પાઠો સંતો પાસેથી ગ્રહણ કરવા જાેઈએ તેમ જણાવ્યું હતું. વિશેષમાં નગરજનો અને ભકતોને જીલ્લા કલેકટરશ્રીએ સંદેશ આપ્યો હતો કે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં લોકો માટે જીલ્લા વહીવટી તંત્ર કાયમને માટે ર૪ કલાક મદદ માટે તૈયાર છે અને જરૂર પડયે તાત્કાલીક સંપર્ક સાધવાથી લોકોને જાેઈતી મદદ કરવછામાં આવશે નિર્ધાર વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!