ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે તેવા જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ તાજેતરમાં દર્શનાર્થે પધારેલા હતા જેનું મંદિર ટ્રસ્ટ તરફથી આવકાર અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સંતોની ઉપસ્થિતિમાં સિધ્ધેશ્વર મહાદેવ સહિત દેવોનાં દર્શન કરવામાં આવ્યા હતા તેમજ સિધ્ધેશ્વર મહાદેવ સન્મુખ જીલ્લા કલેકટર દ્વારા દર્શન અને સંકલ્પ લેવામાં આવેલ હતો અને મેઘરાજા વરસાદરૂપી કૃપા વરસાવે તેવી પ્રાર્થના વિધીવત રીતે કરવામાં આવી હતી અને સિધ્ધેશ્વર મહાદેવને કરેલી આ પ્રાર્થના ફળી હોય તેમ જૂનાગઢ જીલ્લા તેમજ વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની કૃપા વરસી અને ર થી ૧ર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ સંકલ્પ અને પ્રાર્થનાનું બળ ખૂબ જ હોય કલેકટરની પ્રાર્થનાને સાંભળી મેઘરાજાની કૃપા વરસી હોવાનું મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. જૂનાગઢ શહેરનાં જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધર્મોત્સવનાં આયોજન થકી ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે. હોમાત્મક, લઘુરૂદ્ર, બિલ્વપત્ર પૂજન, અભિષેક પૂજન-દર્શન અને કલાત્મક હીંડોળાનાં દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનાં પવિત્ર દિવસે ૧૯પ વર્ષથી પ્રતિષ્ઠિત આ મંદિરમાં બિરાજમાન શ્રી રાધારમણદેવ-શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીનાં દર્શનાર્થે ભાવિકોનો ખૂબ ઘસારો જાેવા મળ્યો હતો. શ્રી કૃષ્ણ પરમાત્માનાં પ્રાગટય ઉત્સવ પણ ખૂબ જ ધામધૂમી પૂર્વ ઉજવવામાં આવ્યો હતો. આ તકે રાધારમણદેવ વહિવટી સમિતિનાં ચેરમેન પૂ. કો. સ્વામિ દેવનંદનદાસજી તથા મુખ્ય કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજીનાં આમંત્રણને માન આપી જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ તથા એડી.કલેકટર અંકિત પન્નુ, વંથલી એડી.કલેકટર ચોૈધરી સહપરિવાર દર્શનાર્થે પધાર્યા હતા અને જીલ્લામાં પ્રજાજનોની સુખાકારી માટે શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીનું વિશેષ પૂજન કરી પ્રાર્થના કરી હતી. આ તકે મંદિર દ્વારા તેઓનું સિધ્ધેશ્વર મહાદેવજીની સુંદર પ્રતિમા આપી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ મંદિરનાં ટ્રસ્ટી વિવેકભાઈ ધીરૂભાઈ ગોહેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમ કોઠારી પી.પી. સ્વામિની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews