પિયરનાં સભ્યો જેલમાં હોય ડીપ્રેશનમાં આવી ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

0

જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ જયાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવની એ ડીવીઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢનાં બિલખા રોડ આંબેડકરનગરમાં રહેતા ચંદુભાઈ વિનુભાઈ પરમારે પોલીસમાં જાહેર કર્યુ છે કે, પોતાની પત્ની મનિષાબેનનાં પિયરનાં સભ્યો જેલમાં હોય જેથી ડીપ્રેશનમાં આવી જઈ પોતાની મેળે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયેલ અને સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પીએસઆઈ એ.કે. પરમારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે કેશોદનાં શ્રીનગર સોસાયટીમાં રહેતા પ્રૌઢ કનુભાઈ એન. ગોહિલ (ઉ.વ.પ૭) પોતાના રહેણાંક મકાને ઉપરનાં માળેથી બાલ્કનીમાંથી પગ લપસતા નીચે રોડ ઉપર પટકાયેલ જેથી ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યું થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!