જૂનાગઢનાં મજેવડી અને વડાલ પાસે અકસ્માતનાં બનાવમાં બેનાં મોત

0

જૂનાગઢ તાલુકાનાં મજેવડીથી માખીયાળા રોડ ૬૬ કે.વી.થી આગળ બનેલ અકસ્માતની ઘટનામાં મજેવડી ગામનાં હસમુખભાઈ ડાયાભાઈ વાગડીયાનાં પુત્રને કોઈ અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોંધી પીએસઆઈ પી.વી. ધોકડીયાએ આગળની તપાસ હાથ ધરી છે. જયારે જૂનાગઢ – વડાલ હાઈવે રોડ ઉપર જ્ઞાનભારતી સ્કુલનાં સામેનાં ભાગે બનેલા બનાવમાં રમેશભાઈ જાદવભાઈ મકવાણાનાં જમાઈ વિજય ઉર્ફે સાગર નટુભાઈ ડાભી આ રોડ ઉપર નાળીયેરની રેકડી રાખી વેપાર કરતો હતો ત્યારે જીજે-૧ર-એયુ-પ૮૩૪નાં ટ્રક ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી વિજયભાઈ તથા તેની રેકડી તથા મોટર સાયકલોને હડફેટે લીધી હતી અને આ બનાવમાં વિજયભાઈને ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજયું હતું. જયારે ચાલક અકસ્માત સર્જી ટ્રકને રેઢો મુકી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી હે.કો. પી.એસ. આંત્રોલીયાએ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!