વિસાવદરમાં હીરાનાં કારખાનામાંથી રૂા.પ.૧પ લાખથી વધુની માલમતા ચોરાઈ

0

વિસાવદરમાં ગતરાતે સરદારચોકમાં આવેલ હીરાનાં એક કારખાનામાં તસ્કરોએ તિજાેરી તોડીને રૂા.૪.ર૪ લાખની કિંમતનાં ૧૭૮ર હીરા અને ૭૩ હજાર રોકડા મળીને કુલ રૂા.પ.૧પ લાખથી વધુની માલમતા ચોરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. વિસાવદરમાં સરદારપાર્ક વોરા સોસાયટી પાછળ રહેતા અને સરદાર ચોકમાં મિલન રેસ્ટોરન્ટની પાસે આવેલ સરોજ એપાર્ટમેન્ટમાં હીરાનું કારખાનું ધરાવતા પરશોતમભાઈ વિરડીયા ગઈકાલે સાંજે ૭ વાગ્યે કારખાનું બંધ કરીને ગયા હતા અને સવારે ૭ વાગ્યે કારખાને આવતા તેમનાં કારખાનાનાં તાળા તૂટેલા હતા. અંદર ઓફીસમાં રહેલ તિજાેરી પણ તૂટેલી હતી જેમાંથી રૂા.૭૩ હજાર રોકડા તેમજ રૂા.૪,ર૪,૯પ૧ની કિંમતનાં ૧૭૮ર નંગ હીરા અને ૧૮ હજારની કિંમતની વજન કાંટી મળીને કુલ રૂા.પ,૧પ,૯પ૧ની માલમતા ચોરાયા હોવાનું માલુમ પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં તસ્કરોએ કારખાનાની પાછળ આવેલ દીવાલ કુદીને અંદર પ્રવેશ કર્યો હતો.
બાદમાં પાછળનાં દરવાજાને હુકમાંથી છટકાવીને ઓફીસનાં દરવાજાનો હુક કાપીને અંદર ઘૂસીને તિજાેરીનો મેઈન લોક કાપીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. કારખાનામાં ૧૦ ઘંટી ઉપર ર૧ કારીગરો કામ કરે છે. ચોરીનાં પગલે વિસાવદર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!