દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન મોટા સ્તર ઉપર લોકોની ભરતી કરવા જઈ રહ્યું છે. કંપનીના નવા સીઇઓ એન્ડી જૈસીએ રોયટર્સને જણાવ્યું કે, કંપની આવનાર મહિનામાં વૈશ્વિક સ્તર ઉપર કોર્પોરેટ અને ટેકનોલોજી રોલ માટે ૫૫ હજાર લોકોને હાયર કરવાની યોજના બનાવી રહી છે. આ આંકડો ૩૦ જૂન સુધી ગુગલના કુલ કર્મચારીઓની સંખ્યાના એક તૃતિયાંશથી બરાબર છે અને ફેસબુકની સંખ્યાની નજીક છે. જૈસીએ કહ્યું કે, ૫૫ હજારથી વધારે નોકરીઓમાં ૪૦ હજારથી વધારે અમેરિકામાં હશે જ્યારે બાકી ભારત, જર્મની અને જાપાન જેવા દેશોમાં પોતાના જાેબ ફેયર અમેઝોન કરિયર-ડે દ્વારા ભરતી કરશે. જુલાઈમાં કંપનીના સીઇઓ બન્યા પછી પોતાના પ્રથમ ઇન્ટરવ્યૂમાં જૈસીએ કહ્યું હતું કે, કંપનીને રિટેલ, ક્લાઉડ અને વિજ્ઞાપનમાં માંગ સહિત બીજા વ્યવસાયોને બનાવી રાખવા માટે વધારે લોકોની જરૂર છે. એમેઝોન કરિયર ડે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે આઈએસટી ઉપર એક ફ્રી ઇવેન્ટ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ બધા નોકરી ઇચ્છતા માટે છે. પછી તે એક્સપિરિયન્સનું લેવલ, પ્રોફેશનલ ફીલ્ડ કે બેકગ્રાઉન્ડ કશું પણ હોય. તમે અમેઝોન કે બીજા સ્થાન ઉપર કામ કરવા માટે રસ દાખવતા હોય. જાેબ ફેયર ઇવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરવા માટે આ લિંક(https:/ /www.amazoncareerday.com/ india/home) દ્વારા Register Now બટન ઉપર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન ફોર્મને પુરૂ કરો. એમેઝોન કરિયર-ડે ૨૦૨૧માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની જરૂર નથી. જાે કે અમેઝોન એચઆર પ્રતિનિધિ સાથે કરિયર કોચિંગ સેશનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. આ પ્રોગ્રામમાં ગ્લોબલ સિનીયર વીપી અને કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ, સીઇઓ દ્વારા કરિયર સલાહ અને કંપનીના વરિષ્ઠ પ્રબંધકો દ્વારા ઘણી પેનલ ચર્ચામાં સામેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews