જૂનાગઢમાં આવતીકાલે રાજય-જીલ્લા-તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષકોને પારીતોષીક અપાશે

0

ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ પ્રેરિત જીલ્લા વહીવટી તંત્ર જૂનાગઢનાં માર્ગદર્શિત શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ આવતીકાલ તા. પ-૯-ર૧ રવિવારનાં રોજ સવારે ૯.૩૦ કલાકે આર.જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કુલ મોતીબાગ સામે, જૂનાગઢ ખાતે રાજયનાં કેબીનેટ મંત્રી પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢ મનપાના મેયર ધીરૂભાઈ ગોહેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ એવોર્ડમાં રાજય કક્ષાએ જીતુભાઈ ખુમાણ, જીલ્લા કક્ષાએ વાછાણી અમીતભાઈ ઉમરાળી પ્રા. શાળા, કૃણાલકુમાર મારવાણીયા શાપુર પે સેન્ટર શાળા, તાલુકા કક્ષાએ પંડયા તુષારભાઈ મંડલીકપુર પ્રા. શાળા, હિન્સુ મીન્ટુબેન કન્યાશાળા નં. ૪ જૂનાગઢ, વ્યાસ દિપ્તીબેન સાંકરોળા પ્રા. શાળા, મકવાણા શિલ્પાબેન બંટીયા પે સેન્ટર શાળાને સન્માનીત કરાશે. જયારે જીતુભાઈ ખુમાણનું ગાંધીનગર ખાતે સન્માન કરાશે. તેમજ પ્રતિભાવંત ૬ વિદ્યાર્થીઓને પણ બિરદાવવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!