વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ સપ્ટેમ્બરે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

0

ગુજરાત રાજ્યમાં ૫ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન શિક્ષક પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ સ્કૂલોના શિક્ષકો, આચાર્યોને પર્વમાં જાેડાવવા માટે તાકીદ કરવામાં આવી છે. શિક્ષક પર્વમાં ૫ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્વારા શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે. જ્યારે ૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન દ્વારા શિક્ષક પર્વનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરવામાં આવશે. શિક્ષક પર્વમાં વેબિનાર, ચર્ચા સત્ર અને પ્રેઝન્ટેશન દ્વારા તજજ્ઞો શિક્ષણ નિતી ઉપરના વિચારો અને આયોજન રજૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત સરકાર દ્વારા શિક્ષકોના મૂલ્યવાન યોગદાન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નિતી-૨૦૨૦ હેતુઓના સંચાર અને શૈક્ષણિક પ્રચાર-પ્રસાર અર્થે શિક્ષક પર્વ-૨૦૨૧ની ઉજવણી ૫ સપ્ટેમ્બર, ૨૦૨૧થી ૧૭ સપ્ટેમ્બ, ૨૦૨૧ સુધી કરવામાં આવનાર છે. આ શિક્ષક પર્વની ઉજવણીની થીમ ક્વોલિટી એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ-લર્નિંગ ફ્રોમ ધ સ્કૂલ ઈન ઈન્ડિયા રાખવામાં આવી છે. શિક્ષક પર્વની ઉજવણીના અવસરે ૫ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે. તેમજ ૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન દ્વારા શિક્ષક પર્વનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. જેમાં શિક્ષણ પર્વ સાથે સંકળાયેલા વિવિધ સહયોગીઓ જેમ કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે. ૫ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારા શિક્ષક પર્વમાં વેબિનાર, ચર્ચા સત્ર, પ્રેઝન્ટેશન અને અન્ય માધ્યમો દ્વારા દેશના વિવિધ તજજ્ઞો દ્વારા શિક્ષણ નિતી ઉપરના વિચારો અને આયોજન રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ પર્વ સંદર્ભે શિક્ષકો, આચાર્યો તથા અન્ય શિક્ષણ સહયોગીઓના સુચના આમંત્રિત કરવામાં આવ્યા છે. જે અંગેની લિંક શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવી છે. જેની ઉપરથી સુચનો મોકલવાના રહેશે તેમ જણાવાયું છે. શિક્ષક પર્વને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના તમામ ડાયટ, શાળાના શિક્ષકો, બીઆરસી, સીઆરસી તથા આપના જિલ્લાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓને આ શિક્ષક પર્વમાં જાેડવા માટે પરિપત્ર કરી સુચના આપી હોવાનું જાણવા મળે છે. આ પર્વનું યુટ્યુબ ઉપર અને વેબકાસ્ટ દ્વારા પણ પ્રસારણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!