જિયોના કારણે ગુજરાતમાં પાંચ વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સમાં અઢી ગણો વધારો

0

જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે ૪ય્નો અભૂતપૂર્વ ઉદ્દભવ જાેયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા ભાવે આસાનીથી ડેટા પણ ઉપલબ્ધ થયો છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇન્ટરનેટની જરૂરિયાતમાં જાેરદાર વધારો થયો હતો. માનો કે ન માનો પણ વર્ષ ૨૦૧૬માં જિયો લોન્ચ થયું એ પછી પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા ૨.૫ ગણા વધ્યા છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા બે કરોડથી થોડા ઓછા હતા. જ્યારે માર્ચ ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા વધીને ૫.૦૫ કરોડ થયા છે. માર્ચ ૨૦૨૧માં ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના ૧.૫૪ કરોડ અને શહેરી વિસ્તારોમાં ૩.૫૦ કરોડ વપરાશકર્તા મળી રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા ૫.૦૫ કરોડ થયા છે. ગુજરાતની અંદાજિત વસ્તી ૬.૪૦ કરોડ માનવામાં આવે છે, તેમાંથી ૭૮ ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે. પાંચ વર્ષ અગાઉ એક ગ્રાહકે પ્રતિ ય્મ્ ૩ય્ સ્પીડના ડેટા માટે રૂા.૩૫૦ ચૂકવવા પડતાં હતાં, જ્યારે વોઇસ કોલ માટે પ્રતિ મિનિટના ૫૦ પૈસા અને એક રૂપિયો ચૂકવવો પડતો હતો. એટલું જ નહીં, પ્રતિ એસએમએસ માટે પણ રૂા.૧થી લઈને રૂા.૩ સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હતો. આ પ્રકારના ટેરિફના કારણે પ્રતિ વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ ૩૦ ટકા અને વોઇસ કોલ તથા એસએમએસ માટે ૭૦ ટકા ખર્ચ થતો હતો. પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન આખું ચિત્ર બદલાઈ ગયું છે. હવે એક વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ ૧૦૦ ટકા છે અને વોઇસ કોલ્સ તથા ટેક્સ્ટ મેસેજિસનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. તેની સાથે જ, વધુ સ્પીડ ધરાવતાં ઇન્ટરનેટ અથવા તો ૪ય્ની કિંમતો ૯૮ ટકા ઘટીને પ્રતિ ય્મ્ રૂા.૭ થઈ ગઈ છે. ભારતમાં એક કપ ચા પણ એક જીબી ઇન્ટરનેટ કરતાં મોંઘી છે. ટ્રાઈના અહેવાલ મુજબ, માર્ચ ૨૦૧૬ની સ્થિતિએ ગુજરાતમાં ૧૧ ટેલિકોમ ઓપરેટર્સની સેવાઓ સાથે ૬.૨૨ કરોડ મોબાઇલ ઉપયોગકર્તા હતા. તેમાંથી વોડાફોન ૧.૯૩ કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટો ટેલિકોમ ઓપરેટર હતો. જૂન ૨૦૨૧ સુધીમાં ગુજરાતમાં સાત કરોડ મોબાઇલ ઉપયોગકર્તા થયા હતા અને તેમાં ૨.૭૩ કરોડ ગ્રાહકો સાથે જિયો સૌથી મોખરે છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ઓપરેટરની સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે પણ ઉપરોક્ત સમયગાળા દરમ્યાન ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા અઢી ગણી વધી ગઈ છે. વર્ષ ૨૦૧૬ના માર્ચ મહિનાની સ્થિતિએ ૩૫.૦૪ કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા હતા તે વધીને માર્ચ ૨૦૨૧ની સ્થિતિએ ૮૨.૫૩ કરોડ થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!