તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના અને જૂનાગઢ જીલ્લામાં પણ પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર તેમજ ૧૭થી વધારે દારૂના કેસમાં સંડોવાયેલા બુટલેગર કિશોર ઉર્ફે કિશલો દેવશીભાઈ વાઘેલાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઈ પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને નાબુદ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી દ્વારા તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના બુટલેગર કિશોર ઉર્ફે કિશલો દેવસીભાઈ વાઘેલા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી અને જીલ્લા પોલીસ વડા દ્વારા આગળની કાર્યવાહી માટે જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર રચિત રાજ દ્વારા તાત્કાલીક અસરથી કિશોર ઉર્ફે કિશલો વાઘેલા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઈસ્યુ કરવામાં આવેલ જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને મેંદરડા રોડ ઉપરથી આ શખ્સને ઝડપી લઈ તેને કોવીડ-૧૯ ટેસ્ટ નેગેટીવ આવતા તેની અટક કરી અને પાસા અંતર્ગત સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews