ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામેથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર બુટલેગર કેતન નનકુભાઈ બરાળીયાને ઝડપી લઈ પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને નાબુદ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીલ્લા કલેકટર દ્વારા પાસા વોરન્ટ ઈસ્યુ થયા બાદ આરોપીને પકડી પાડવા ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.ડી. વાળા, રમેશભાઈ એલ. ગલ, સંજયભાઈ ગલ, કરણસિંહ આલીંગભાઈ, કલ્પેશભાઈ આર. ભોપાળાએ બાતમીનાં આધારે પાસાનાં આરોપી કેતન નનકુભાઈ બરાળીયાને ઉમરાળી ગામની સીમ વિસ્તારમાંથી ઝડપી લઈ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews