દ્વારકા મોક્ષદ્વાર ગેટ પાસે બનાવેલ યાત્રાધામનું રીનોવેશન કરાયું

0

દ્વારકામાં રિલાયન્સ રોડ ઉપર આવેલ મોક્ષદ્વાર ગેટ પાસે યાત્રાધામ દ્વારા બનાવેલ અને પાલિકા સંચાલિત બિલ્ડિંગનું નવા નિમણુંક પામેલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકાધીશ મંદિર સુરક્ષાનાઓને સોપવામાં આવતા એસપી સુનિલ જાેશીના માર્ગ દર્શન હેઠળ મકાનનું રીનોવેશન કરવામાં આવેલ હતું અને દ્વારકા જીલ્લાના જગત મંદિર સુરક્ષા ડીવાયએસપીની કચેરી બનાવવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના ડીજીપી અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયા દ્વારા રાજકોટ રેન્જ ડીઆઈજી અને એસપી સુનીલ જાેશીની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું અને શ્રી દ્વારકાધીશ મંદિર સુરક્ષાના પ્રથમ ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડાને કાર્યભાર સોંપવામાં આવેલ છે. આ તકે ગુગલી જ્ઞાતિના પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત, જગત મંદિરના પૂજારી દીપકભાઈ ઠાકર, બ્રહ્મ સમાજના પ્રમુખ, દ્વારકાવાસીઓ અને પત્રકારોની હાજરી વચ્ચે સંપન્ન થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!