યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે જેના કારણે લોકોરોષ ઉઠવા પામ્યો છે. યાત્રાધામ દ્વારકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય જવાનો પ્રશ્ન કાયમીનો થઈ ગયો હોય તેવું લાગે છે. ગત વર્ષે વરસાદી સીઝનમાં અનેક વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા અને ઘણા દિવસો સુધી પાણીનો નિકાલ નહિ થતા તંત્રની પોલ ખુલી પડી ગઈ હતી. ત્યારે આ વખતે પણ દ્વારકા છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા ઇસ્કોન ગેઇટ, ભદ્રકાળી ચોક, જલારામ નગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. જેના કારણે રાહદારી તેમજ વાહન ચાલકોએ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણા દિવસો સુધી ભરાય ગયેલ પાણીનો નિકાલ કરવામાં નહિ આવતા પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય પણ રહે છે. વરસાદી સીઝનમાં દર વર્ષે અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાનો પ્રશ્ન કાયમી રહેતો હોવા છતાં નગરપાલિકા સહિતના તંત્ર આંખ આડા કાન કરતું હોય ત્યારે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews