ખંભાળિયાના પાદરમાં ટેકરી ઉપર બિરાજતા શ્રી જડેશ્વર મહાદેવ

0

સૌરાષ્ટ્રમાં વાંકાનેર પાસે ટેકરી ઉપર બિરાજતા શ્રી જડેશ્વર મહાદેવની પ્રતિકૃતિ સમાન ખંભાળિયામાં રેલવે સ્ટેશન- જડેશ્વર રોડ ઉપર આવેલી એક ટેકરી ઉપર શ્રી જડેશ્વર મહાદેવનું અત્યંત પ્રાચીન શિવમંદિર આવેલું છે. નાનકડી ટેકરી ઉપર પ્રાકૃતિક સૌંદર્ય સાથે સ્વયંભૂ પ્રગટ શ્રી જડેશ્વર મહાદેવનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. અહીં ટેકરી ઉપર ચડવા માટે સુવ્યવસ્થિત પગથિયા તથા રેલિંગ પણ છે. અહીં પ્રાચીન શિવલિંગ સાથેનું આ મંદિર સૈકાઓથી ભાવીકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર હાલ શહેરના પાદરમાં હોય ત્યાંથી આખા શહેરનો સુંદર નજારો જાેઇ શકાય છે. વર્ષો અગાઉ રવિવારે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હતા. આ શિવ મંદિરમાં છેલ્લા દાયકાઓથી પૂજન અર્ચન કરતા મહંત પ્રતાપગીરી ત્રિકમગીરીના પુત્ર તુલસીગીરી દ્વારા દરરોજ વિશેષ દર્શન સાથે શણગારનું પણ આયોજન કરવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!