જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે મોટર સાયકલ ચોરી કરનારા પરપ્રાંતિય ત્રણ શખ્સોને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી અને નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એન.આઈ. રાઠોડ અને સ્ટાફ દ્વારા મિલ્કત સંબંધિત ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ હતી અને આ દરમ્યાન પોલીસ સ્ટાફ જૂનાગઢ ખામધ્રોળ ચોકડી ખાતે વોચમાં હતા તે દરમ્યાન મળેલી ચોકકસ બાતમીના આધારે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટોલ કરેલ સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી વાહન ચોરી કરનાર શખ્સોની બાતમીના આધારે મોટર સાયકલ નં.જીજે ૧૧ એ.આર. ૯૪૦૩ વાળા ઉપર ત્રણ સવારીમાં જતા શખ્સોને ફિલ્મી ઢબે પીછો કરી અને ચોરાઉ મોટર સાયકલ સાથે તેને ઝડપી લેવામાં આવેલ. કેશુરલાસિંહ પચાહા જાતે આદિવાસી, શાહિસિંગ રૂપસિંગ અમલીયા, ચન્દ્રેશ ગુલાબભાઈ પછાહાને ઝડપી લઈ અને તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews