સોરઠ ઉપર હળવે હૈયે મેઘરાજાનું વ્હાલ

0

જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ આગમન કરીને ધરાને નવપલ્લવિત કરી છે. છેલ્લા ચાર દિવસથી મેઘરાજા કયાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ વરસાવી રહયા છે. તો કયાંક હળવા ઝાપટા રૂપે ધરતીને ભીંજવી રહયા છે ત્યારે ગઈકાલે પણ મેઘરાજાએ ઝરમર ઝરમર વરસી હળવે હૈયે વ્હાલપ વરસાવ્યું હતું. જીલ્લા ફલડ કન્ટ્રોલ રૂમ પરથી મળેલ વરસાદનાં આંકડા મુજબ કેશોદમાં પ મી.મી., જૂનાગઢ ૧૦મી.મી., ભેસાણ ૪ મી.મી., મેંદરડા પ મી.મી., માંગરોળ ૩ મી.મી., માણાવદર ૧૪ મી.મી., માળીયા હાટીના પ મી.મી., વંથલી ૧ર મી.મી. અને વિસાવદરમાં ૬ મી.મી. વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં રાત્રીનાં સમયે પણ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જીલ્લામાં સીઝનનો કુલ વરસાદ પ૧.૧પ ટકા જેવો નોંધાયો છે. જાે કે હજુ પણ ગત વર્ષની સરખામણીમાં વરસાદની ઘટ જાેવા મળી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાની આગાહી કરી હોય જીલ્લાનો સરેરાશ વરસાદ સારો પડી જાય તેવી આશા સેવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!