જૂનાગઢમાં શિવલિંગ ઉપર રૂદ્રાભિષેક કરવાની સ્પર્ધા યોજાઈ

0

શ્રી સંહિતા મહિલા મંડળના સંસ્થાપક વીણાબેન  શૈલેષભાઈ પંડ્યાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સોમવતી અમાસના પવિત્ર દિવસે શિવલિંગ ઉપર રૂદ્રાભિષેક કરવાની સ્પર્ધા યોજવામાં આવેલી હતી. જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈને શિવજી પ્રત્યેની અપાર શ્રદ્ધા દર્શાવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે બ્રિન્દાલિબેન ભટ્ટ, બીજા નંબરે દિવ્યાબેન જાેષી તથા ત્રીજા નંબર ઉપર ભાવનાબેન જાેશી આવેલા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રખ્યાત કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા રહ્યા હતા. જેઓએ વીણાબેનને શાબ્દિક શ્રદ્ધાંજલિ તથા ભાગ લેનાર દરેક બહેનોને આશીર્વચન આપ્યા હતા. દરેક વિજેતા બહેનો તથા ભાગ લેનાર બહેનોને આશ્વાસન ઇનામ આપવામાં આવેલા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેતનાબેન પંડ્યા, ડિમ્પલબેન પંડ્યા, ઝંખનાબેન ભટ્ટ, ગાયત્રીબેન જાેષી, દીવ્યાબેન જાેષી વગેરે સંસ્થાના સભ્ય બહેનોએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!