જૂનાગઢ શહેર પણ પ્રગતિ કરી રહ્યું છે અને તેના ભાગ રૂપે સુરત, અમદાવાદ, રાજકોટની જેમ એક ભૂવો(ખાડો) એકાદ માથોડા ઊંડો પડી ગયેલ હતો. જૂનાગઢમાં પુરાતત્વ વિભાગે સંશોધન કરવું જાેઈએ કે રા’ખેંગાર વખતની ગુફાઓ અને ટનલ કે નવાબી શાસન સમયની ગટરો રહસ્યમય બની રહી છે. લીમડા ચોકમાં જૂની કલેકટર ઓફિસ પાસે બપોરે દોઢથી બેની વચ્ચે ભૂવો પડેલ હતો અને આ ભૂવો કોઈ ગુફાની ટનલ છે કે ગટર એવું કંઈ જાણવાની કોશિષ કર્યા વિના એક અચાનક ચમત્કાર સર્જાયો હતો અને એક કલાકમાં જેસીબી અને ટ્રેકટરની મદદથી આ ભૂવો બુરી દેવામાં આવ્યો હતો. જૂનાગઢના તંત્ર માટે અભિનંદનીય બાબત છે કે, કોર્પોરેશન દ્વારા ફક્ત એક જ કલાકમાં આ એક માથોડો ઉંંડો ખાડો ભરી દેવામાં આવ્યો હતો. ક્યા પરિબળએ કામ કર્યું તે ખબર નથી પણ ખરેખર આ ચમત્કાર સર્જાયો છે અને એક કલાકમાં જ પ્રજાને પડનારી તકલીફો દૂર કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews