જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે ઋષિ પાંચમનાં દિવસે ભાવિકોએ ભાવપૂર્વક શ્રાધ્ધ કર્મ કર્યુ

0

ભાદરવો માસ એટલે પિતૃઓને રીઝવવાનો અને તેમને પ્રાર્થના કરી આર્શીવાદ મેળવવાનો આ સમયગાળો છે. પિતૃવિધી, પિતૃ તર્પણ, પીંડદાન, નારાયણબલી સહિતનાં ધામિર્ક કાર્યો કરી પિતૃઓનાં આશીર્વાદ મેળવવામાં આવી રહયા છે. આજે ઋષિપાંચમનો દિવસ હોય, આ દિવસે વહેલી સવારથી જ ભાવિકો પવિત્ર નદી, તળાવ, કુંડ, ત્રિવેણી સંગમ સમા સ્થાનોમાં જઈ પિતૃઓનાં મોક્ષાર્થે પીપળાને તેમજ તુલસીને પાણી રેડી રહયા છે. આજે ઉપવાસ પણ કરવામાં આવે છે જેમાં ફરાળમાં માત્ર સાંબામાંથી બનેલી વસ્તુઓનો જ ઉપયોગ થાય છે. ખાસ કરીને ઋષિમુનિઓ કે જેમણે શાસ્ત્રો, વેદો, પુરાણોની રચના કરી છે તેનું ઋણ અદા કરવા માટે આજે ઋષિપંચમી ઉજવાય છે. ગાયને ઘાસ, પક્ષીને ચણ, બ્રાહ્મણોને ભોજન, દક્ષિણા તેમજ ગરીબોને દાન આપવાથી અનેકગણું પુણ્ય મળે છે. આજે દામોદરકુંડ ખાતે પણ ભાવિકોએ શ્રધ્ધાપૂર્વક પિતૃતર્પણ વિધિ સહિતની વિધિમાં ભાગ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!