જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરને અમદાવાદનાં કાંકરીયા તળાવ જેવું બનાવવા માટેની કામગીરીનાં શ્રીગણેશ કાગળ ઉપર છેલ્લા એક દસકા થયા ચાલી રહયા છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં હસ્તે ખાતમુર્હુત પણ થઈ ચુકયું છે તેમજ જુદી જુદી એજન્સીઓ દ્વારા સર્વે કરી અને હવે કાર્યવાહી શરૂ થશે તેવા આશ્વાસનો પ્રજાજનોને આપવામાં આવેલ છે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવર માટે જે કંઈ કરવું પડે તે તમામ માટે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ લીલઝંડી આપી જ દીધી છે પરંતુ નડતરનું કયુ કારણ છે ? તે ખ્યાલ પડતો નથી. આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાનાં તત્કાલીન કમિશ્નર તુષાર સુમેરાનાં સમયગાળામાં એટલે કે એકાદ દોઢ વર્ષ પહેલા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન માટેની કામગીરી માટે દેશની ટોચની એજન્સીને કામગીરી પણ આપવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવેલ હતો. ત્યારબાદ નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન બાદ કેવું લાગશે તે અંગેની બ્લ્યુપ્રિન્ટ પણ તૈયાર કરી નાખવામાં આવી હતી અને ત્યાં જ કોરોના કાળ આવી પહોંચતા આ કામગીરીને રોક લાગી હતી. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાનાં શાસકો અને પદાધિકારીઓ જૂનાગઢ શહેરનાં નરસિંહ મહેતા સરોવરને સુંદર બનાવવાનાં સંકલ્પ સાથે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી પાસે પહોંચી જરૂરી રજુઆત, પ્રેઝન્ટેશન સહિતની કામગીરી સંપૂર્ણ કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ આ કામગીરીને આગળ ધપાવવા રાજીપો વ્યકત કરેલ છે. આ સમાચાર નગરજનોમાં ફેલાઈ જતાં આનંદની લાગણી ફેલાઈ છે. પ્રજાજનો હવે નક્કર કામગીરીની રાહ જાેઈ રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews