ઉના બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર મસ મોટા ખાડા, અકસ્માતનો ભય

0

ઉના શહેરામાં છેલ્લા બે-ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદથી ખેડૂતના ઉભા  પાકને નવું જીવતદાન મળ્યું છે. ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે ત્યારે શહેરની વાત કરીએ ત્યારે બસ સ્ટેન્ડથી લઈ અને ટાવરચોક સુધીનો રોડ ઉપર વરસાદને કારણે ખાડા પડ્યા છે અને જે દર વર્ષની જેમ થોડોક ડામર નાખીને વહીવટી તંત્ર તેને સંતોષ માને છે અને ફરી વરસાદ પડતા તેમાં ખાડા પડી જાય છે. તાલુકામાંથી આજુબાજુના વિસ્તારના લોકો શહેર તરફ મોટી ખરીદી કરવા આવતા હતા અને તેમાં શહેર તરફથી નેશનલ હાઈવે પસાર થતો રોડ ઉપર ખાડાઓ જાેઈને પોતાનું મોટરસાયકલ ક્યાં ચલાવું તે પણ એક પ્રશ્ન છે. ભારે વરસાદને કારણે ખાડાઓમાં પાણી પણ ભરાઈ જાય છે અને તેમાં આવતા રાહદારીઓને પણ અકસ્માતનો મોટો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર આ રોડનું  સમારકામ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!