જૂનાગઢનાં સુખનાથ ચોકમાં વેકસીન કેમ્પ યોજાયો : ૧૮૧ લાભાર્થીએ લાભ લીધો

0

વૈશ્વિક મહામારી કોરોનાને નાથવાનો એક માત્ર ઉપાય વેકસીનેસનનો એક કેમ્પ કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ તેમજ સંજરી સોશિયલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢની સુખનાથ ચોક મારી શાળા ખાતે રાખવામાં આવેલ હતો જેનો બહોળો લાભ હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ લીધેલ જેમાં કુલ ૧૮૧ લાભાર્થીએ પહેલો/બીજાે ડોઝ લઈ સુરક્ષિત થયા હતા. આ કેમ્પમાં દોલતપરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.વસીમ મહીડા, આરોગ્ય સેવક સંજનાબેન પંડ્યા, ભાવનાબેન શિહોરા, હેતલબેન સુવા, પ્રસ્નભાઈ રાઠોડ સહિતની ટીમે સેવા આપેલ હતી. જ્યારે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, વહાબભાઈ કુરેશી, અસલમભાઈ કુરેશી, જીશાન હાલેપોત્રા, રયિફખાન હનીફખાન પઠાણ, રોજીના શૈખ, કાસમભાઈ જુનેજા, સોહેલ સિદ્દીકી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!