સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીરના જંગલમાં પણ મેઘાનું ધમાકેદાર આગમન થયેલ છે. ગઈકાલ રાત્રીના ૩ વાગ્યાથી ચાલું થયેલા વરસાદથી ઉનાના મચ્છુન્દ્રીના કોદીયા ડેમ તથા દ્રોણેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે. જેથી વર્ષ દરમ્યાન આજુબાજુના વિસ્તારમાં અંદાજીત ૧૮થી વધુ ગામમાં પાણીની સમસ્યા હલ થઈ જાય છે. ખેડૂતોને પણ શિયાળું પાક માટે રાહત મળી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews