ભવનાથ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસ થયા ભારે વરસાદ પડી રહયો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર અને ગીરનાર જંગલ વિસ્તારમાં ભારે મેઘ વર્ષાને પગલે દામોદરકુંડ તથા વિલિંગ્ડન ડેમમાં ભરપુર પાણીની આવક થઈ છે. આ બંને સ્થળો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલ હોય જેથી ત્યાં લોકોની અવરજવર રહેતી હોય હાલ જયારે વરસાદ પડી રહયો છે ત્યારે સાવચેતીનાં પગલા રૂપે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૬ સપ્ટેમ્બર સુધી લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે જેને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. પાંજનાકા પુલથી બંદોબસ્ત ગોઠવાયેલો છે. ગઈકાલે પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સ્થળની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો કર્યા હતા. દરમ્યાન અધિકૃત રીતે મળતી માહિતી અનુસાર ભવનાથ વિસ્તારમાં વસવાટ કરતા લોકો, ર્ધામિક સંસ્થાઓનાં વડા તેમજ સંચાલકોને છૂટછાટ આપવામાં આવી છે અને પ્રતિબંધમાંથી મુકિત આપવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!