વેરાવળ મર્કન્ટાઇલ બેંકે એક હજાર કરોડના બિઝનેસનો લક્ષ્યાંક હાંસલ કર્યો

0

સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.ની ૫૦મી વર્ચ્યુઅલ વાર્ષીક સાધારણ સભા મળી હતી. જેમાં બેંકે રૂા.૬૫૦ કરોડની ડીપોઝીટ, રૂા.૩૫૦ કરોડના ધિરાણ થકી રૂા.૧ હજાર કરોડના કુલ બિઝનેસનો લક્ષ્યાંક હાંસલ કર્યો હોવાનું હોદેદારોએ જણાવેલ હતું. બેંકે પાંચ દાયકા દરમ્યાન સહુના સહીયારા પ્રયાસ થકી તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધેલ છે. સૌરાષ્ટ્રની નાગરીક સહકારી બેંકોમાં અગ્રસ્થાને રહેલ વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.ની ૫૦ મી વર્ચ્યુઅલ વાર્ષીક સાધારણ સભા (ઇ-એજીએમ) રવિવારના રોજ બેંકના ચેરમેન નવીનભાઇ શાહના પ્રમુખ સ્થાને એન.એસ.ડી.એલ.ના પ્લેટફોર્મ ઉપર યોજાઇ હતી. જેમાં એમડી ડો. કુમુદચંદ્ર એ. ફીચડીયા, જાેઈન્ટ એમડી ભાવનાબેન એ. શાહ તથા બેન્કના ડીરેકટરો હાજર રહેલ જયારે મોટીસંખ્યામાં સભાસદો વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ઓનલાઇન હાજર રહયા હતા. વર્ચ્યુઅલ સાધારણ સભામાં બેંકના જાેઈન્ટ એમડી ભાવનાબેન શાહ અને મેનેજીંગ ડીરેકટર ડો. કુમુદચંદ્ર ફીચડીયાએ જણાવેલ કે, બેંકે સતત બદલાતા આર્થીક પ્રવાહો અને બેકીંગ ક્ષેત્રના સુધારાઓ વચ્ચે સંતુલન જાળવીને અવિરત પ્રગતિ, સ્થિરતા અને સલામતીની પરંપરા નિભાવી, યશસ્વી કામગીરીના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. મર્કન્ટાઇલ બેંક આજે ૧૧ શાખાઓ, ૨૬ હજાર સભાસદો, ૧ લાખ થી વધુ ગ્રાહકોનો વિશાળ પરીવાર ધરાવે છે. બેંકે રૂા.૬૫૦ કરોડની ડીપોઝીટ, રૂા.૩૫૦ કરોડના ધિરાણ થકી રૂા.૧,૦૦૦ કરોડના કુલ બિઝનેસનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેન્કના રીઝર્વ રૂા.૬૫ કરોડને આંબ્યા છે. બેન્કે પાંચ દાયકા દરમ્યાન સહુના સહીયારા પ્રયાસથી તમામ ક્ષેત્રે સવાર્ંગી વિકાસ સાધેલ છે તેનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, પૂર્વ ડીરેકટરો, સર્વે શાખા સલાહકાર કમીટી તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપેલ હતો. ઓનલાઇન મળેલી સાધારણ સભાના અંતમાં, ડીરેકટર જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ વિડીયો કોન્ફરન્સથી ઓનલાઇન જાેડાયેલ સર્વે સભાસદોનો તેમજ વર્ચ્યુઅલ સભાના આયોજનમાં સહયોગ આપનાર એન.એસ.ડી.એલ.ની ટેકનીકલ ટીમનો આભાર વ્યકત કરેલ હતો. સમગ્ર સભાનું સંચાલન જીતેન્દ્રભાઇ મહેતા તથા જનરલ મેનેજર અતુલભાઇ શાહ દ્વારા કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!