કોરોનાની સંભવીત ત્રીજી લહેરનાં ખતરા વચ્ચે જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં ડેંગ્યુ, ચીકનગુનીયા, ઝાડા-ઉલ્ટી, તાવના કેસો વધ્યાં, આરોગ્ય તંત્ર એલર્ટ

0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર અને ગુજરાત તેમજ દેશમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી લહેર ઘાતક સાબિત થયા પછી ત્રીજી લહેરમાં સંક્રમણનાં પ્રમાણને ઘટાડવા કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. રસીકરણની ઝડપ પણ વધારવામાં આવી છે. દરમ્યાન કોરોનાનાં સંકટ વચ્ચે હવે ડેંગ્યુ, ચીકનગુનીયા, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી, તાવ જેવી બિમારીઓએ પણ પોતાનો સકંજાે વિસ્તારવાનું શરૂ કર્યું છે. આ રોગચાળાએ માથુ ઉચકયું હોય સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે.  આ રોગચાળાને ડામવા પણ આરોગ્ય તંત્રએ અસરકારક પગલા ભરવા પડશે. હાલ ચોમાસાનો માહોલ હોય ગુજરાત રાજયમાં ડેંગ્યુ, ચીકનગુનીયા, વાયરલ તાવનાં વાયરા અને મચ્છરજન્ય રોગચાળો વધુ વકર્યો હોવાનું જાેવા મળી રહ્યું છે. બીજી તરફ દેશમાં રોજ વધ ઘટ થઇ રહેલી સંક્રમિતોની સંખ્યાએ કોરોનાની ત્રીજી લહેરનું જાેખમ ઉભું કર્યુ છે. તેનાથી બચવા માટે દેશમાં રસીકરણને ઝડપી બનાવવા ઉપર ભાર મુકાઇ રહ્યો છે. પણ તે પહેલા દેશની હોસ્પિટલોે સામે એક ગંભીર પડકાર ઉભો થયો છે. આ પડકાર છે કેરળથી માંડીને ઉત્તરપ્રદેશ સુધીની હોસ્પિટલોમાં તાવના દર્દીઓની સંખ્યામાં થયેલ અનેક ગણો વધારો જેવી અસર દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારે જાેવા મળી રહી છે. કેરળમાં નિપાહ વાયરસ, યુપી અને મહારાષ્ટ્રમાં ડેગ્યુ, દિલ્હીમાં વાયરલ તાવ અને બિહારમાં મેલેરીયાના પ્રસારના કારણે તાવના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને હોસ્પિટલોમાં બેડનું સંકટ ઉભું થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર કેટલાય રાજયોમાં ૯પ ટકા બેડ અત્યારથી ભરાઇ ગયા  છે. તેમાંથી ૬૦ થી ૭૦ ટકા દર્દીઓ તાવ અથવા વાયરલના છે.  એમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે, તાવના દર્દીઓની સંખ્યા વધી છે. ખાસ કરીને બાળકોમાં ઇન્ફલ્યુએન્ઝાનું સંક્રમણ જાેવા મળી રહ્યું છે. સ્ક્રબ ટાઇફસ અને લેપ્ટોસ્પીરોસીસ જેવા બેકેટેરીયલ ઇન્ફેકશન પણ નબળી ઇમ્યુનીટીવાળા બાળકો માટે જીવલેણ સાબીત થઇ શકે છે. તાવના કારણે પરિસ્થિતિ બગડવાની ચેતવણી પહેલા જ આપી દેવાઇ હતી. નીતિ આયોગના સભ્ય ડોકટર વી.કે. પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તાવના મોટાભાગના કેસ મચ્છરજન્ય બીમારીઓના કારણે જાેવા મળી રહ્યા છે. હવે આપણી સામે પરિસ્થિતિ એવી છે કે આપણે કોરોના ઉપરાંત આ બિમારીઓ સામે પણ લડવા તૈયાર રહેવું પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!