દિવરાણા ગામનાં અસરગ્રસ્ત પરિવારની વ્હારે ચાંડેરા પરિવાર

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા(ધાર) ગામમાં રહેતા દેવીપુજક પરિવારોનાં ઝુંપડામાં અતિભારે વરસાદના કારણે રસોઈ બનાવી ના શકાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થવા પામેલ હતું. જેથી ડો. વેજાભાઈ એમ. ચાંડેરા અને તેમના ધર્મપત્ની મંજુબેન વી. ચાંડેરા દ્વારા તેમની સંસ્થા શ્રીમતી વી.એમ. ચાંડેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દિવરાણા ખાતે તમામ દેવીપુજક પરિવારોનાં સભ્યોને બોલાવીને બપોરે ગરમાગરમ શાક, રોટલીની વ્યવસ્થા કરી ભોજન કરાવવામાં આવ્યું હતું અને સાંજે ૬ કલાકે ફરીથી ફરસાણનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ તમામ પરિવારોને સંસ્થાના સ્થાપક/સંચાલક ડો. વેજાભાઈ એમ. ચાંડેરાએ જણાવેલ કે, કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો વિના સંકોચ જણાવશો. અતિભારે વરસાદને કારણે જાે રહેવાની મુશ્કેલી તમારા ઝુંપડામાં થાય એમ હોય તો કોલેજ બિલ્ડીંગનો ઉપયોગ કરી શકો છો તેવું જણાવેલ જેથી તમામ પરિવારોએ હર્ષની લાગણી અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!