માણાવદરની સન સાઇન માધ્યમિક શાળાના શિક્ષિકા સરોજબેન ધોકીયા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સરકારી શાળામાં અપાતી સહાય તથા શાળામાં ચાલતી શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે બાળકોના જીવનનું ઘડતર થાય તેવી પ્રવૃત્તિથી વાલીઓ તથા વિદ્યાર્થીઓને રૂબરૂ તેમના ઘરે જઇ સમજાવીને આ બાબતોથી વાકેફ કર્યા હતા. સરોજબેન ધોકિયાના અથાગ વાલી સંપર્કના પરિણામે તથા તેમના ગરીબ બાળકોને અભ્યાસ કરતા કરવાના સ્વપ્નને પૂર્ણ કરવા તેઓ સતત સ્લમ એરિયાના બાળકોને આર્થિક મદદ કરીને પણ અભ્યાસ કરતા કર્યા છે. સરકારી શાળાઓમાં અનુભવી અને પૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકો પાસે અભ્યાસ કરવાથી બાળકોના શિક્ષણ સાથે તેમના જીવનનું ઘડતર પણ થાય છે આ વાત વાલીઓને સમજાવતા તેઓએ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. સરોજબેનના આ પ્રયત્નને શાળાના આચાર્ય દાસાભાઈ તથા ટ્રસ્ટી રામભાઈ પાનેરાએ બિરદાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews