ગીર સોમનાથ જિલ્લામાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા જનસંપર્ક યાત્રાનો તા.૧૬-૯-૨૧થી પ્રારંભ થશે. શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે દેશભરમાં આયોજિત કાર્યક્રમો માટે દરેક જિલ્લામાં પાંચ દિવસનો જનસંપર્કનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ તારીખ ૧૬ થી ૨૦ સુધી ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં ચાલનાર છે. વૈશ્વિક કોરોના મહામારીએ દેશભરમાં કહેર મચાયો છે તેનાથી બહુ મોટી સંખ્યા પરિવારોએ કષ્ટ સહન કર્યા છે અને ગાયત્રી પરિવારના અનેક પરિજનોએ પણ પરેશાનીઓ વચ્ચે સમય વિતાવ્યો છે. શાંતિકુંજ હરિદ્વારની ટીમ આવીને લોકોના દુઃખની ઘડીમાં સહભાગી થવામાં જન સંપર્ક કરશે. શાંતિકુંજ હરિદ્વારની ટીમ રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ઘરે ઘરે જશે એ દરમ્યાન તેમના દુઃખને વહેંચવા તથા તેમની સાથે ખંભે ખંભો મિલાવીને ચાલવાનું આશ્વાસન આપશે. સમગ્ર ભારતના ૧૫ રાજ્યમાં ૩૦ ટીમો રવાના થઇ છે. જેમાં ગુજરાતમાં બે ટીમો આવશે, જે પૈકી ગીર સોમનાથ જિલ્લામાં ૧૬ તારીખે શાંતિકુંજ હરિદ્વારથી ટીમનું ભાવભેર સ્વાગત કરવામાં આવશે અને દરેક પ્રજ્ઞાપીઠ અને અન્ય ગાયત્રી પરિવારની શાખાઓ તેમજ ગામડામાં જઇ લોકોને સાંત્વના આપી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શૈલજીને સંદેશો આપશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews