સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતી સમયે શિવભકતોને મંદિરમાં પ્રવેશ અપાશે, ભાવિકોએ ચાલતા ચાલતા આરતીના દર્શન કરવાના રહેશે

0

શિવભકતો માટે ખુશીના સમાચાર છે. જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતી સમયે આજ તા.૧૫ સપ્ટેમ્બરથી શિવભકતોને મંદિરમાં પ્રવેશ આપવાની ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરી છે. આરતી સમયે ભકતોએ ચાલતા ચાલતા દર્શન કરવાના રહેશે. કોરોનાને લઇ મંદિરમાં આરતી સમય ભકતોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હતો. કોરોનાને લઇ સરકારની ગાઇડલાઇન મુજબ સોમનાથ મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવે છે. દરમ્યાન હાલ કોરોનાનો કહેર ઘટી ગયો હોવાથી શિવભકતો માટે ટ્રસ્ટે એક ર્નિણય લઇ જાહેર કર્યો છે. જે અંગે મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, થોડા સમયથી કોરોનાની ગાઇડલાઇન મુજબ સોમનાથ મંદિરમાં સવારે ૭, બપોરે ૧૨ અને સાંજે ૭ વાગ્યે થતી આરતી સમયે શિવભકતોના મંદિર પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. સમગ્ર શ્રાવણ માસમાં શિવભકતો મહાદેવની આરતીના પ્રત્યક્ષ દર્શન કરી શકયા ન હતા. દરમ્યાન હાલમાં કોરોનાનો કહેર ઘટી ગયો હોવાથી આજ તા.૧૫ સપ્ટેમ્બરથી સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતી સમયે શિવભકતોને દર્શન કરવા માટે પ્રવેશ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ર્નિણય સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, શ્રી રામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ  મંદિર, શ્રી ભીડીયા મંદિરમાં પણ આરતી સમયે ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે. વધુમાં તા.૧૫ સપ્ટેમ્બરથી જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ભાવિકો માટે દર્શનનો સમય સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો સળંગ રહેશે. મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતી સમયે ભાવિકો ઉભા નહીં રહી શકે પરંતુ ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે. આરતી સમયે ભાવિક સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં. મંદિરે દર્શનાર્થે આવતા ભકતોએ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાની સાથે એન્ટ્રી ગેઈટ ઉપરથી ટેમ્પ્રેચર મશીનમાં ટેમ્પ્રેચર ચેક કરાવી હેન્ડ સેનીટાઈઝરથી હાથ સાફ કર્યા બાદ દર્શન માટેના ઓનલાઈન તથા ઓફલાઈન પાસ મેળવ્યા બાદ મંદિરમાં પ્રવેશ કરી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!