જૂનાગઢ જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પાણીના પૂરના કારણે અનેક ગામડાઓ પ્રભાવિત થયેલ છે. ખેડૂતોની આજીવિકા સમાન ખેતીને તથા પશુ પાલનનું ભંયકર નુકસાન થયેલ છે. લોકોની ઘરની ઘરવખરીને નુકસાન થયેલ છે. આવા સંકટ સમયે જૂનાગઢ જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોને સરકારની મદદની જરૂયાત છે તેવા સમયે સરકાર અને સત્તા પક્ષના ધારાસભ્યો પોતાના સ્વાર્થ ખાતર મંત્રી પદ મેળવવાની લાઈનમાં ગાંધીનગર ધામા અને પૂરથી પ્રભાવિત જનતાને ભગવાન ભરોસે તેવા સમયે ગુજરાતનું વિરોધપક્ષ કોંગ્રેસ લોકોની વચ્ચે રહીને કોંગ્રેસ પક્ષના વિવિધ નેતાઓ પૂર પ્રભાવિત ગામોની જાત સમીક્ષા કરવા પહોંચ્યા છે ત્યારે આજ તા.૧૬-૯-૨૦૨૧ના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કાયમ જનતાના સુખ દુઃખમાં સાથે રહેનારા એવા અર્જુનભાઈ મોઢવાડિયા માણાવદરના પૂર પ્રભાવિત ઘેડ પંથકના ગામોની જાત સમીક્ષા કરવા માણાવદરના પ્રવાસે છે તેમ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી. સીડાની યાદીમાં જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews