જૂનાગઢમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ. વાઢેરની સુચના મુજબ પીએસઆઈ એ. કે. પરમાર તથા સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી ખાતે ડો. કુનડીયાનાં દવાખાનાની સામે રહેતો રાહુલ ઉર્ફે યાજ્ઞિક હરસુખભાઈ ચાવડા લાલ કલરનાં ટીશર્ટ તથા માથે કાળા કલરની ટોપી પહેરી મજેવડી દરવાજા પીજીવીસીએલ કચેરી પાસે ઉભો છે અને તેના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર હોવાનું માહિતી મળતા પોલીસે તાત્કાલીક સ્થળ ઉપર જઈ આ શખ્સને હાથ બનાવટની મેગેઝીન સહિતની પિસ્તોલ સહિતની રૂા. ૧૦ હજાર તથા એક કાર્ટીઝ સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે. આ પ્રકરણમાં મોહિતકુમાર ગુપ્તા રહે. રામીયાન જી. ઈટાવા વાળાને પકડવાનો બાકી હોય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!