જામકંડોરણા ખાતે દલિત સમાજનાં યુવાનને માર મારવાનાં પ્રકરણમાં જમાદાર સામે ગુનો દાખલ કરવા માંગ

0

સમસ્ત દલિત સમાજ જામકંડોરણા દ્વારા રાજકોટ ખાતે જીલ્લા કલેકટર તથા જીલ્લા પોલીસ અધિક્ષકને એક આવેદન પત્ર પાઠવી અને જામકંડોરણા પોલીસની દલિત સમાજને ખતમ કરી નાખવાની પ્રવૃતિ અટકાવી અને મયુર પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ પત્રમાં જણાવેલ છે કે, ગત તા. ૧૦-૯-ર૦ર૧નાં રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ગોહિલ તથા જમાદાર મયુર પટેલ દ્વારા દલિત સમાજનાં યુવાન લલિત બગડાને ઉઠાવી જઈ તેના વિરૂધ્ધ દારૂ પીધેલનો કેસ દાખલ કરવામાં આવેલ અને તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે ઉપરાંત તેની એક આંખ પ૦ ટકા ડેમેજ કરી તેમજ જડબા ઉપર ફેકચર કરી નાખેલ છે.  આ યુવાનને જામીન ઉપર મુકત કરવામાં આવેલ. ઉપરાંત આ યુવાનને દુઃખાવો ઉપડતા પ્રથમ ધોરાજી ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર આપવામાં આવેલ. દરમ્યાન તા. ૧ર-૯-ર૦ર૧નાં બપોરનાં સમયે સિવિલ હોસ્પીટલ ખાતે યુવાનનું નિવેદન લેવામાં આવેલ જેમાં આ યુવાન દ્વારા પોલીસમાં એવું નિવેદન અપાયું છે કે, તેને માર મારી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું દર્શાવેલ છે. બીજી તરફ આ બનાવનાં અનુસંધાને પોલીસે ન્યાયીક કામગીરી કરવાની માંગણી ઉઠી છે. પરંતુ બીજી તરફ આ સમગ્ર પ્રકરણ ઉપર યેનકેન પ્રકારે ઢાંકપીછોડો કરવામાં આવી રહેલ છે અને પોલીસ જમાદારને બચાવવા પ્રયત્નો થઈ રહયા છે તેની સામે વિરોધનો સુર વ્યકત કરી તાત્કાલીક અસરથી જવાબદાર સામે ગુનો દાખલ કરી ન્યાય આપવાની માંગણી જામ કંડોરણા દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!