ગત અઠવાડિયે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો હતો અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતાં. જેના કારણે અનેક ગામોમાં પાણી ઘુસી જવાથી તારાજી સર્જાઈ હતી. જેના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયાના આંકડાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસતા જિલ્લાના અનેક ડેમો છલકાઈ ગયા હતા. દ્વારકાના ચરકલા ગામનો પૌરાણિક જીજીવારી ડેમ પણ ઓવરફ્લો થઈ જતા તૂટવાના આરે છે. દ્વારકા પંથકમાં ગત અઠવાડિયે ભારે વરસાદ પડ્યો હતો જેના લીધે અનેક ડેમો-નદીઓ છલકાઈ ગયા હતા. ત્યારે દ્વારકા નજીક ચરકલા ગામનો ૬ દાયકા જૂનો જીજીવરી ડેમ ઓવરફ્લો થઈ જવાને લીધે ડેમની ત્રણેય સાઈડના પાળા જર્જરિત થઈ ગયા છે. જેના લીધે આ ડેમ તૂટવાની ભીતિથી ગ્રામજનોમાં ડર પેદા થઈ ગયો છે. જાે હવે બે ઇંચ વરસાદ પડે તો ડેમ ચોક્કસપણે તૂટી જવાની વકી છે. દેવભૂમિ દ્વારકાથી ૨૦ કિલોમીટર દુર આવેલું ચરકલા ગામ જંગલ વિસ્તારથી ઘેરાયેલું છે. ગામના પાદરમાં આશરે સાઈઠ વર્ષ જુનો પાણીનો ડેમ આવેલો છે. ચરકલા ગામવાસીઓના જણાવ્યા મુજબ આ ગામમાં કોઇ કુવો કે બોર નથી. જેથી પીવાના પાણી સાથે અહીના ૧૫૦ થી વધુ ખેડૂતોના ખેતર આ ડેમ ઉપર ર્નિભર છે. ગતવર્ષે પડેલા અતિ વરસાદથી આ ડેમની પાળી તૂટી ગઈ હતી. જેથી ત્યાં માટીની દિવાલ કરવામાં આવી હતી. આ વર્ષે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જીજીવારી સહિતના બધા ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે જીજીવારી ડેમમાં પાણી ભરાતા પાળી તૂટવાની ભીતિ ગ્રામજનોમાં સેવાઇ રહી છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર, ગતવર્ષે તંત્ર ડેમની પાળી અંગે જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. જાે આ ડેમની પાળી તૂટશે તો પચાસ જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે ખેતરોના ધોવાણ થઈ જાય તેમ છે. આ ઉપરાંત ગામના ખેડૂતો પાણી વગર બરબાદ થવાનો વારો આવે એમ છે. હાલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, હવે જાે બે ઇંચ વરસાદ પડે તો ડેમ ચોક્કસપણે તુટી જવાની વકી છે. સીંચાઇ વિભાગ દ્વારા આ ડેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવે હતું કે, હાલ માટીથી પાળી બનાવવામાં આવશે અને ત્યારબાદ એન્જિનીયર દ્વારા નિરીક્ષણ કરી પાકી કોંક્રીટ દિવાલ બનાવવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews