શ્રી ખોડીયાર મહિલા મંડળ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરાઈ

0

શ્રી ખોડીયાર મહિલા મંડળ દ્વારા સભ્ય બહેનો માટે રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગર્વભેર હિન્દી બોલીને બહેનો દ્વારા રાષ્ટ્રભાષાને માન આપવામાં આવ્યું હતું. આ સાથે તહેવારોને અનુસંધાને સોપારી શણગાર સ્પર્ધા પણ રાખેલી હતી જેમાં પ્રથમ નંબરે મૃદુલાબેન કારીયા, બીજા નંબરે શીલાબેન કોટક, ત્રીજા નંબરે બીનાબેન મહેતા અને ચોથા નંબર ઉપર મૃદુલાબેન જાંજમેરીયા આવેલા હતા. નિર્ણાયક તરીકે ચેતનાબેન પંડયા તથા ઈન્દુબેન ખાણધરે સેવા બજાવી હતી તેમ પ્રમુખ પ્રવિણાબેન વાઘેલાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!