જમીયત ઉલ્માએ હીન્દ ગુજરાતના એક પ્રતિનિધિ મંડળે સોમવારે જામનગર પૂરગ્રસત વિસ્તારમાં નિરીક્ષણ કર્યુ હતું. જમીયત ઉલમા -એ-ગુજરાતના આ પ્રતિનિધિ મંડળમાં જનરલ સેક્રેટરી પ્રોફેસર નિસાર એહમદ અંસારી, ઉપપ્રમુખ મૌલાના નૂરમુહંમદ ગાઝી, સેક્રેટરી અસલમભાઇ કુરેશી, અતિકુરરેહમાન કુરેશી પાલનપુર, ઇકબાલભાઇ ઉસ્માની નવસારી, અ. રજાક ગોસલીયા સેક્રેટરી જમીયત ઉલ્માએ હીન્દ જૂનાગઢ, મુફતી બાસિત ચૌહાણ માંગરોળ, મૌલાના ઈરફાન જેઠવા, યુસુફભાઈ ચુડલી પત્રકાર માંગરોળ, નદીમભાઈ કરૂડ માંગરોળ, મૌલાના મુહમ્મદ ભિલવાણ મૌલાના અબુલ હસન ઓગ્રેનાઇઝર, જાબીરભાઇ જુનકીયા સેક્રેટરી જમીયત ઉલ્મા બનાસકાઠા, મૌલાના ફારૂક સાહેબ અલીગંજપુરા જાે.સેક્રેટરી જ.ઉ. બનાસકાંઠા, હાજી સિદ્દીક સાહેબ (અલીગંજપુરા) પાલનપુર, મૌલાના ઇદ્રીસ સાહબ મુના પાલનપુર, મૌલાના હિફજુરહેમાન તાલેપુરા( ગોળા) અને હાફીઝ સરતાજ અમદાવાદ જાેડાયા હતા. જામનગરના પૂર્વ મંત્રી મુહંમદ હુસેન બ્લોચની પણ મુલાકાત લીધી હતી. જામનગર શહેરના લાલખાન, ઘાંચી કબ્રસ્તાન, ચૂનાનો ભઠો, નિલકંઠ નગર, ઘાંચીની ખાડી અને નાકાબાર કેનાલ પાણી ભરાવવાથી બાર ફુટ જેટલા પાણીથી લોકોના ઘર સામાન ફર્નીચર અને મકાનોને નુકસાન થયેલ છે. હાલ પણ અપૂરતો ઘર સામાન હોવાથી લોકો બેસહારા બન્યા છે ત્યારે અસરગ્રસ્તોને ઘરવખરીની તાતી જરૂરિયાત જણાય છે. બે દિવસના સર્વે મુજબ સ્થાનિક જામનગર જમીયત જીલ્લાના પ્રમુખ મુફતી અસલમ સાહેબ હાલ વાસણ, કંબલ અને કપડાની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. આ જરૂરીયાતને તાત્કાલિક અસરથી પહોંચી વળવા ગુજરાત જમીયતે અલગ અલગ જીલ્લા જમીયતને તાકીદે જવાબદારી સોંપી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews