રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર લોકોને ખાસ કરીને જરૂરીયાતમંદ લોકોને સારામાં સારી આરોગ્ય સુવિધા મળી શકે તે માટે પ્રયત્નશીલ છે. આ ઉપરાંત જરૂરીયાતમંદ લોકોને મોંઘામાં મોંઘી સારવાર મળી શકે તે માટેનાં મા અમૃતમય કાર્ડ કાઢવામાં આવ્યા હતાં. અને હજારો લોકોએ તેનો લાભ લીધો છે. આ યોજનાને વધુને વધુ અસરકારક બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે અને નાણાંકીય સહાય પહેલા જે અઢી લાખની હતી તેમાં પાંચ લાખની રકમ નકકી કરવામાં આવી છે. અને પરીવારનાં પ્રત્યેક વ્યકિતનું પર્સનલ મા આયુષ્યમાન કાર્ડ નીકળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે આજે રાજયભરમાં પુરજાેશથી કામગીરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ કોર્પોરેશન ઉપરાંત લીરબાઈપરા વિસ્તાર, શિવમ પાર્ટી પ્લોટ, આદિતેશ્વર મંદિર તેમજ સથવારા સમાજની વાડી ખાતે આજે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી આજનાં દિવસ દરમ્યાન કરવામાં આવી રહી છે. ૧૧ થી પ દરમ્યાન આ કામગીરી થશે. તેમજ જૂનાગઢ શહેરનાં લોકોને મા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની નજીકનાં સેન્ટરો ઉપરથી સવલત મળે તે માટેનાં પ્રયાસો કરવામાં આવી રહયા છે. જૂનાગઢ મનપાનાં હેલ્થ ઓફીસર ડો. રવી ડઢાણીયાએ લોકોને મા આયુષ્યમાન કાર્ડ કાઢવા જરૂરી ડોકયુમેન્ટસ સાથે જે તે સેન્ટર ઉપર કઢાવી લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews