ગીર સોમનાથ જીલ્લામાં ૨,૨૨૯ ઘરો અને ૨,૬૪૯ પાત્રોમાં મચ્છરોનું બ્રીડીંગ થતું જાેવા મળ્યું

0

ગુજરાત રાજય સરકારની સુચનાથી ગીર સોમનાથ જીલ્લામાં બે દિવસથી વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી અંતર્ગત સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અધિકારીઓ અને સુપરવાઈઝરોના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જીલ્લામાં ૪૧,૧૩૪ ઘરોની તથા ૨.૨૨ લાખથી વધુ લોકોની મુલાકાત કરી તપાસ કરવામાં હતી. જેમાં ૨,૨૨૯ ઘરોમાં મચ્છરોનું બ્રીડીંગ જાેવા મળતા પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ હાલ વાતાવરણ ખુલ્લું છે. ત્યારે મચ્છરજન્ય રોગો વધવાની દહેશત હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાવવાની સાથે નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઝુંબેશમાં આરોગ્ય વિભાગના કુલ ૮૬ સુપરવાઈઝરો પૈકી ૨૧ મેડીકલ ઓફિસરો, ૨૪ આયુષ મેડીકલ ઓફિસરો, ૪૩ સુપરવાઈઝરો દ્વારા ૬૩૮ ટીમોની રચના કરી કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં ૧૩૭ સીએચઓ, ૧૫૩ એમપીએચડબલ્યુ તથા ૭૪૦ આશાબહેનો અને આશા ફેસીલીટર બહેનો દ્વારા જીલ્લોમાં ડોર ટુ ડોર ઘરોની વિઝીટ કરી પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરી જે જગ્યાએ મચ્છરોનું બ્રિડિંગ(પોરા) જાેવા મળે તો તેમાં ટેમોફોસ-કેરોસીન નાંખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવી રહયો છે.  આ કામગીરીમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૨,૭૬૫ ની વસ્તીને આવરી લેવાની સાથે ૪૧,૧૩૪ ઘરોની વિઝીટ કરી છે. જેમાંથી ૨,૨૨૯ જેટલા ઘરોમાં મચ્છરોનું બ્રીડીંગ જાેવા મળેલ તેમજ ૨.૫૨ લાખ જેટલા પાત્રો તપાસવામાં આવેલ જેમાંથી ૨૬૪૯માં મચ્છરનું બ્રીડીંગ જાેવા મળ્યું હતું. જેથી જે તમામ ઘરો-પાત્રોમાં મચ્છરોનું બ્રીડીંગ જાેવા મળતા પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત બહારના વિસ્તારોમાં મોટા ખાડા ખાબોચીયામાં ૨૦૨ બ્રીડીંગ સ્થળમાં ડાયફ્લુ બેન્ઝુરોન તથા બળેલું ઓઈલ નાંખવામાં આવેલ છે. જેના પરીણામે તેની અંદર રહેલા મચ્છરના લારવા જે શ્વાસ લેવા માટે પાણીની સપાટી ઉપર આવે છે તે ઓકસીજન ન મળવાને કારણે અંદર જ ખતમ થઇ જાય છે. સોર્સ રીડકશન હેઠળ ૪૮૭૦ બ્રીડીંગ સ્થળોનો નાશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૨૬૫ જગ્યાએ કાયમી ભરાતા પાણીના સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી. આ માછલીઓ મચ્છરના લારવા ઉપરાંત બીજી અન્ય જીવાતોનું ભક્ષણ કરતી હોવાથી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં ખુબ જ મદદરૂપ બને છે. આ ઉપરાંત સ્થાનીક આગેવાનોને સાથે રાખીને જાહેર જનતામાં જાગૃતિ આવે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહયો છે. જેથી સૌ સાથે મળી વાહકજન્ય રોગચાળાના અસરકારક નિયંત્રણની કામગીરીને સાર્થક કરવા તંત્રએ અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!