જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સિકયુરીટી ગાર્ડ ઉપર હુમલો

0

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ગઈકાલે એક દર્દીનાં સગાઓને ફરજ ઉપરનાં સિકયુરીટી ગાર્ડને ફિલ્મી ઢબે માર માર્યો હતો. જે દ્રશ્યો કોઈએ મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરતા ભારે ચર્ચા જાગી છે. અંતે સિકયુરીટી ગાર્ડે બે શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ગઈકાલે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં કોવીડ વિભાગ પાસે કેટલાક લોકો દર્દીના સગાઓ ઉંચા અવાજે હંગામો કરતા હતાં. જેને લઈને ફરજ ઉપરનાં ખાનગી સિકયોરીટી ગાર્ડ ફિરોજખાન જાફરખાન પઠાણ તેમને સમજાવવા ગયો હતો. અને તે લોકોએ ટપારતા ત્યાં હાજર ધર્મેશ ગગજી સોલંકી અને તેની સાથે એક અજાણ્યા શખ્સે ગાર્ડ ઉપર હુમલો કર્યો હતો. ત્યારે રીતસરનાં ફિલ્મી સ્ટાઈલથી મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતાં.  આ શખ્સોએ દર્દીઓનાં ખાટલા ઉપર બાટલા ચડાવવાના પાઈપ ખેંચીને અને લાકડી વડે ગાર્ડને આડેધડ અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. જે દ્રશ્યો કોઈએ ઉપરના માળેથી મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરતા મામલો સામે આવ્યો હતો. અને ગાર્ડે એ ડીવીઝન પોલીસમાં બંને શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!